News of Monday, 21st October 2024
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ:લોધિકામાં સૌથી વધુ પાંચ ખાબક્યો
સીઝનમાં રાજ્યમાં 143 ટકા વરસાદ વરસ્યો :સૌરાષ્ટ્રમાં આ સીઝનમાં 157 ટકા વરસાદ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ વરસાદ નોંધાયો હતો. લોધિકામાં ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક બરબાદ થયો હતો.
છેલ્લા 24 કલાકમાં લોધિકામાં પાંચ ઈંચ, મોરબીમાં ચાર ઈંચ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ, મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, કુકાવાવ-વડીયામાં ત્રણ ઈંચ,કાલાવડમાં અઢી ઈંચ,રાણાવાવમાં અઢી ઈંચ,રાજકોટમાં અઢી ઈંચ, કલ્યાણપુરમાં સવા બે ઈંચ, થાનગઢમાં બે ઈંચ, જૂનાગઢમાં બે ઈંચ, કડીમાં બે ઈંચ, વાંકાનેરમાં બે ઈંચ, ગોધરામાં પોણા બે ઈંચ, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, વંથલીમાં દોઢ ઈંચ, સાવરકુંડલામાં દોઢ ઈંચ, ધોરાજીમાં સવા ઈંચ, લીલીયામાં સવા ઈંચ, કેશોદમાં એક ઈંચ, જસદણમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ સીઝનમાં રાજ્યમાં 143 ટકા વરસાદ ખાબક્યો છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં આ સીઝનમાં 157 ટકા તો દક્ષિણ ગુજરાતમાં 148 ટકા, કચ્છમાં 188 ટકા, મધ્ય ગુજરાતમાં 134 ટકા, ઉ.ગુજરાતમાં 116 ટકા વરસાદ નોંધાયો હતો.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
