News of Monday, 21st October 2024
ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદની શકયતા :ખેડૂતોને સતર્ક રહેવા અંબાલાલ પટેલનો અનુરોધ
આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ વરસાદી આફત યથાવત રહેવાનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આગામી બે ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે.
અંબાલાલ પટેલના આંકલન મુજબ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજુ ત્રણ દિવસ એટલે કે આજથી 23 ઓક્ટોબર સુધી વરસાદ વરસવાની શકયતા છે,સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદનો અનુમાન છે. વરસાદથી ખેડૂતોને સતર્ક રહેવાની અંબાલાલ પટેલે અનુરોધ કર્યો છે.
આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છએ. ઉલ્લેખનિય છે કે, હવામાનના મોડલ આગામી ત્રણ દિવસ વરસાદના સંકેત આપી રહ્યાં છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં 23 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
