તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Monday, 21st October 2024
૧૬મું નાણાપંચ ગુજરાતની મુલાકાતે
ગાંધીનગરમાં અધિકારીઓ સાથે બેઠકઃ બુધવારે ગિર સોમનાથની મુલાકાત પંચાયત ક્ષેત્રે આગામી પાંચ વર્ષની નાણાકીય વ્યવસ્થા અંગે ચર્ચા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૧: આજથી ત્રણ દિવસ માટે કેન્દ્રીય સોળમાં નાણાકીય પંચના સભ્યોની ટીમ રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે આવી છે જેમાં બાર જેટલા અધિકારીઓ આવ્યા છે આજે દિવસ દરમિયાન મુખ્યમંત્રી મુખ્ય સચિવ શ્રી નાણા સચિવ ઉપરાંત તમામ વિભાગોના સચિવ શ્રી અને ઉપસ્થિતિમાં બેઠકો મળનાર છે.
નાણાપંચ રાજ્યની નાણાકીય પરિસ્થિતિ તેમજ આવનારા દિવસોમાં નાણાકીય આયોજન અંગે શું કરવું કેવી રીતે કરવું તે અંગે પણ વિસ્તળત ચર્ચા પરામર્શ કરશે ઉપરાંત રાજ્યના સચિવોને જરૂરી માર્ગદર્શન આપશે પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. નાણાપંચ તા. ર૩મીએ સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર શાસણની મુલાકાત પણ લેશે ઉપરાંત નાણાપંચ આજરોજ બપોરે પત્રકાર પરિષદ યોજેલ છે. જેમાં નાણાકીય બાબતોની વિસ્તૃત માહિતી આપશે. ૧૬માં નાણાપંચમાં પંચાયતોને નાણા ફાળવણીનો મુદ્દો અગ્રસ્થાને છે. આવતા પાંચ વર્ષની પંચાયત ક્ષેત્રની નાણાકીય વ્યવસ્થાના હેતુથી પંચ ગુજરાત આવેલ છે તેના ચેરમેન તરીકે અરવિંદ પાનાગરિયા છે. ગુજરાતમાં નવા નાણાપંચની રચના ટુંક સમયમાં થાય તેવી શકયતા છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
