<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ગાંધીનગરમાં સચિવાલય ગેટ બહાર પોલીસનું ચેકિંગ: હેલ્મેટ વિનાના વાહન ચાલક કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી

તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર બાદ સઘન ચેકીંગ હાથ ધરાયુ

ગાંધીનગર : ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.સચિવાલયના તમામ વિભાગના કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. ત્યારે ઓફિસ અવર્સમાં પોલીસ દ્વારા હેલ્મેટના નિયમોની અમલવારી માટે સચિવાલયનાં ગેટ બહાર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને હેલ્મેટ વિનાના વાહન ચાલક કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  ત્યારે આજે સચિવાલય ગેટની બહાર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓફિસ અવર્સમાં પોલીસ દ્વારા સચિવાલયના ગેટની બહાર કાર્યવાહી કરવામાં આવતાં ઘણા ખરા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વિનાનાં મળી આવ્યા હતા. જેઓની સામે નિયમ મુજબ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
    જો કે સરકારે પરિપત્રનાં લીધે જેતે વિભાગના વડાઓએ પોતાના કર્મચારીઓને અગાઉથી જ સૂચનાઓ મોકલી આપવામાં આવી હતી. જેને લઈને મોટા ભાગે કર્મચારીઓ આજે હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા 25 મી ઓક્ટોબર સુધી ખાસ ટ્રાફિક પણ યોજવામાં આવી છે. જે અન્વયે શહેરના મહત્ત્વના સર્કલ, હાઇવે રોડ પર પણ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


 

(12:59 PM IST)