News of Monday, 21st October 2024
બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાશે: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં નવેમ્બરમાં પણ માવઠું થશે
રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠા સાથે ઠંડીનો ચમકારો અનુભવાશે. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં ગાત્રો થિજવતી ઠંડી પડશે.

અમદાવાદ : વરસાદ અને વાવાઝોડાને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 22 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં માવઠાની શક્યતા છે.
અંબાલાલ પટેલ મુજબ નવેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં નવેમ્બરમાં પણ માવઠું થશે. રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠા સાથે ઠંડીનો ચમકારો અનુભવાશે. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં ગાત્રો થિજવતી ઠંડી પડશે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
