News of Monday, 21st October 2024
નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-2 અધિકારી માટે ભરતી :કેમ કરવી અરજી ?:જાણો બધી માહિતી
કાયદા વિભાગ અને વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 2ની ભરતી થશે.

અમદાવાદ : રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અધિકારીઓની પસંદગી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગે 314 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2ની કુલ 6 જગ્યાઓ ભરવા માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,ભરતી અંગે મહત્વપૂર્ણ તારીખો, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની જાણો મહત્વની માહિતી
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પોસ્ટની વિગતો
સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતીપોસ્ટનાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2જગ્યા6વર્ગવર્ગ-2 અધિકારીવય મર્યાદા35 વર્ષથી વધારે નહીંઅરજી કરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોબર 2024ક્યાં અરજી કરવીhttps://gpsc.gujarat.gov.in
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 પોસ્ટની વિગતો
કેટેગરીજગ્યાબિનઅનામત4આર્થિક રીતે નબળા વર્ગો1અનુ.જનજાતિ1
શૈક્ષણિક લાયકાત
મિકેનિકલ એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રીગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટર ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.ગુજરાતી અથવા હિન્દી અથવા બંન્નેનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ
પસંદ થયેલા ઉમેદવારોને ₹53,100થી ₹ 1,67,800 પે મેટ્રીક્સ લેવલ 8ના નિયમિત પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.
વય મર્યાદા
ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 35 વર્ષ પુરા કરેલા ન હોવા જોઈએ.
ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?
સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
