તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 21st October 2024
નાણાપંચ તરફથી રાજયોને મળતો હિસ્સો પ૦ ટકા કરવા ગુજરાતનો પ્રસ્તાવ : શિક્ષક-આરોગ્યને સર્વોચ્ય અગ્રતા
નાણાપંચના પદાધિકારીઓ અને ગુજરાત પદાધિકારીઓ-અધિકારીઓ વચ્ચે ચર્ચા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૧ :.. ૧૬ મું કેન્દ્રીય નાણાપંચ તા. ર૧ આજરોજ ગુજરાત રાજયની મુલાકાતે છે. આજરોજ કેન્દ્રીય નાણાપંચના અધ્યક્ષશ્રી ડો. અરવિંદ પનગઢીયા તથા અન્ય ચાર સભ્યશ્રીઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરેલ. જે દરમિયાન નાણામંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી, ડો. હસમુખ અઢીયા શ્રી (મુખ્યમંત્રીશ્રીના અગ્ર સલાહકારશ્રી) તથા રાજયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેલ. રાજય સરકારે ૧૬ માં કેન્દ્રીય નાણાપંચ સમક્ષ મેમોરેન્ડમ રજૂ કરેલ. જેમાં જણાવ્યા મુજબ રાજયોને મળતા હિસ્સામાં વધારો કરવો (વિભાજય પુલમાં વધારો), રાજયો શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવા અતિ મહત્વના ક્ષેત્રોમાં ખર્ચની પ્રાથમિક જવાબદારી ઉઠાવે છે આ સંજોગોમાં વિભાજય પુલમાંથી રાજયોને વહેચવાનો હિસ્સો પ્રવર્તમાન ૪૧ ટકા છે જે વધારીને પ૦ ટકા કરવામાં આવે તેવો પ્રસ્તાવ ગુજરાત સરકારે રજૂ કરેલ છે.
સમાનતા અને કાર્યક્ષમતા વચ્ચે સંતુલન રાજયની વિકાસની જરૂરીયાતો તેના લોકોની સુખાકારી સાથે જોડાયેલી છે. રાજયોને મુળભુત જરૂરીયાતો પુરી કરવા માટે વધુ સંસાધનોની જરૂર પડે છે. આવકનું અંતર રાજયો વચચે આવકની ફાળવણી માટે મહત્વનું પરિબળ ગણી શકાય, સાથોસાથ ગુજરાત જેવા રાજયો કે જેમણે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી હોય તેઓને પણ દેખાવના માપદંડોમાં વધારો કરવા જરૂરી પ્રોત્સાહન મળવું આવશ્યક છે, જે તેમને વૃધ્ધિ-કેન્દ્રીત નીતિઓ ચાલુ રાખવા માટે પ્રેરિત કરશે.
વધતું શહેરીકરણ શહેરો આપણા અર્થતંત્રના માળખાકીય પરિવર્તન માટે વાણિજિયક પ્રવૃતિના કેન્દ્ર તરીકે મહત્વના છે, જે માટે, રાજયોને ટકાઉ શહેરી
રાષ્ટ્રીય જીડીપીમાં યોગદાનનો સમાવેશ
ઉચ્ચ આર્થિક યોગદાન ધરાવતાં રાજયોને ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે પર્યાવરણને થતા નુકશાન અને માળખાગત સુવિધા પર વધુ ભારણ જેવા પડકારોનો સામનો કરવો પડે છે. ટેકસની આવકની વહેંચણીમાં જીડીપી યોગદાનને ગણતરીમાં લેતા વધુ આર્થિક યોગદાન ધરાવતા રાજયો આ મુદ્દાઓનું સંચાલન કરવા અને આર્થિક રીતે પ્રગતિ કરવા માટે વધુ સંસાધનો મેળવી શકે છે. તેમ નાણાપંચ સમક્ષ જણાવાયું છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
