News of Monday, 21st October 2024
અમદાવાદમાં નવા નિયમો સાથે ગેમઝોન શરૂ: એસજી હાઈવે પર ફાયરની તમામ સુવિધા સાથે મંજૂરી મળી
નવા નિયમ મુજબ 2 વધારાના એન્ટ્રી અને એગ્ઝિટ ગેટ બનાવાયા. અગાઉ એક જ સીડી હતી

અમદાવાદ : નવા નિયમો સાથે અમદાવાદમાં ગેમ ઝોન શરૂ થયો છે. SG હાઈવે પર ફાયરની તમામ સુવિધા સાથે ગેમઝોનને શરૂ કરવાની મંજૂરી મળી છે. નવા નિયમ મુજબ 2 વધારાના એન્ટ્રી અને એગ્ઝિટ ગેટ બનાવાયા. અગાઉ એક જ સીડી હતી, હવે અન્ય સીડીની પણ સુવિધા કરાઈ છે. ગેમઝોનની અંદર ફૂડ ઝોન ન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુલાકાતીઓની સુરક્ષા માટે ફાયર અલાર્મ સિસ્ટમ લગાવાઈ છે.
રાજકોટ અગ્નિકાંડ જેવી ગંભીર દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ ગેમ ઝોન અને રાઈડ એક્ટિવિટીને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમ ઝોનને લઈને નવા નિયમો જાહેર કર્યા હતા. જેથી દિવાળી વેકેશન પહેલા ગેમ ઝોન શરૂ થવા જઈ રહ્યા છે
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
