<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરત, વલસાડ સહિતના અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક ભાગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે

અમદાવાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર, આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરત,વલસાડ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક ભાગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

21 ઓક્ટોબરની આગાહી
રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

22 ઓક્ટોબરની આગાહી
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

23થી 27 ઓક્ટોબરની આગાહી
23થી 27 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં સૂકું હવામાન રહેવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

(6:27 PM IST)