<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

રાજ્ય સરકારનો મોટો નિર્ણય :વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ: 7000ની મર્યાદામાં બોનસ ચૂકવવાશે

વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને લાભ મળશે: રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ વર્ગ-૪ના કર્મચારીઓને આપશે

અમદાવાદ : આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાનમાં લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે રૂપિયા 7000 ની મર્યાદામાં બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને લાભ મળશે. 

  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે. 

 રાજય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને સાત હજારની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ બોર્ડ નિગમના વર્ગ-4 ના કર્મીઓને થશે. અંદાજે રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.

(6:47 PM IST)