<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

સુરત ક્રાઇમ બ્રાન્ચનો સપાટો :ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ :અલગ અલગ દરોડામાં 2 કરોડથી વધુના ડ્રગ્સ સાથે 4ની ધરપકડ

વેલંજા ગામ રંગોલી ચોકડી નજીકથી બે કિલોથી વધારે એમડી ડ્રગ્સ તથા અંકલેશ્વર GIDC માં અવસર એન્ટરપ્રાઈઝમાંથી દોઢસો ગ્રામ એમડી ડ્રગ્સ તથા ૪૩૦ કિલો ગ્રામ જેટલા શંકાસ્પદ માદક પદાર્થના જથ્થો જપ્ત

સુરતના વેલંજા ગામ રંગોલી ચોકડી નજીકથી બે કિલોથી વધારે એમડી ડ્રગ્સ તથા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાંથી દોઢસો ગ્રામ એમડી ડ્રગ્સ તથા ૪૩૦ કિલો ગ્રામ જેટલા શંકાસ્પદ માદક પદાર્થના જત્થા સાથે કુલ ૪ આરોપીઓને પોલીસે બે કરોડથી વધુના ડ્રગ્સ સાથે ઝડપી પાડી પોલીસે ડ્રગ્સ રેકેટનો પદાર્ફાશ કર્યો છે.

મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વેલંજા ગામ રંગોલી ચોકડી પાસેથી ફોરવ્હીલમાં પસાર થતા મોન્ટુ દિલીપભાઈ પટેલ [ઉ.25], વિરાટ હસમુખભાઈ પટેલ (28) અને વિપુલ કુમાર જયંતીભાઈ પટેલ [ઉ.35] ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 2,3,10,000 ની કિમંતનું 2.031 કિલોગ્રામ એમડી ડ્રગ્સ તેમજ ફોરવ્હીલ વગેરે મળી કુલ 2,16,22,800 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અને ભરૂચ જિલ્લા એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અંકલેશ્વર જીઆઈડીસી અવસર એન્ટરપ્રાઈઝમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસે વિશાલભાઈ મુકુંદભાઈ પટેલ (44)ને ઝડપી પાડ્યો હતો. જ્યાંથી પોલીસે 14.10 લાખની કિમંતનું 141 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું આ ઉપરાંત 427.95 કિલોગ્રામ શંકાસ્પદ માદક પદાર્થનો જત્થો જપ્ત કર્યો હતો. હાલ આ શંકાસ્પદ માદક પદાર્થનું એફએસએલ દ્વારા પુથ્થકરણ કરવા પર બાકી છે જેનો રીપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે સુરતના કામરેજમાં એક ગુનો અને અંકલેશ્વર જીઆઈડીસીમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેકટરીમાં પકડાયેલા વિશાલ પટેલ ના કહેવાથી મોન્ટુ પટેલ તથા વિરાટ પટેલ કે જેઓ બંને કેમિકલ પ્રોસેસના જાણકાર હોય તેઓએ આ ફેકટરીમાં માદક પદાર્થ એમડી ડ્રગ્સ બનાવી વિરાટ પટેલના માસીના દીકરા પલક પટેલ મારફતે મુંબઈ ખાતે કોઈ પાર્ટીને વેચાણથી આપવાના હતા આ અગાઉ બે વખત પલક પટેલ મારફતે મુંબઈ ખાતે બે કિલોથી વધુનું એમડી ડ્રગ્સ વેચાણ કરેલાની કબુલાત કરી હતી

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યું હતું કે સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને સુરત ગ્રામ્ય પોલીસની સંયુક્ત ટીમએ રંગોલી ચોકડી પાસેથી ફોરવ્હીલ ગાડીમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. એફએસએલને બોલાવીને તપાસ કરતા આ એમડી ડ્રગ્સ હોવાની ખાતરી થઇ હતી. ટોટલ ૨ કિલો 31 ગ્રામ ડ્રગ્સ હતું જેની કિમંત ૨ કરોડથી વધુ થાય છે અને આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે આ આરોપીઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપની છે જે કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલી છે. ત્યાં આ આરોપીઓ કામ કરે છે ત્રણ આરોપીઓમાંથી જેમાંથી મોન્ટુ પટેલ આ કંપનીમાં એચઆરનું કામ કરે છે. વિરાટ પટેલ લેબમાં કામ કરે છે અને ત્રીજો આરોપી વિપુલ ત્યાં કેમિસ્ટ તરીકે કામ કરે છે. આ લોકો ત્યાં ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવતા હતા અને અલગ અલગ જગ્યાએ સપ્લાય કરતા હતા જેમાં મુખ્યતવે મુંબઈ સપ્લાય કરતા હતા

આરોપીની પૂછપરછમાં અગાઉ છેલ્લા લગભગ બે માસમાં બે કિલો જેટલો માલ સપ્લાય કરી ચુક્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચ અને ભરૂચ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી આ ફેક્ટરીમાં સંયુક્ત દરોડો પાડીને વિશાલ પટેલ કે જે આ સમગ્ર ફેક્ટરી અત્યારે હેન્ડલીગ કરે છે આ ફેક્ટરીનો મૂળ માલિક તો બહાર રહે છે આ ફેક્ટરી વિશાલને ચલાવવા માટે આપી છે. વિશાલને પકડીને તપાસ કરતા ત્યાંથી 141 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું જેથી અંક્લેશ્વર જીઆઈડીસીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે જ 427 કિલોગ્રામ જેટલો ક્રિસ્ટલ અને પાઉડરના ફાર્મમાં શંકાસ્પદ માદક પદાર્થનો જત્થો મળીવસ્તુઓ મળી આવી છે તેને એફએલએલ પરીક્ષણ હેઠળ છે અને એફએલએલના રીપોર્ટ બાદ આ મામલે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(7:31 PM IST)