<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ફી જાહેર:વિદ્યાર્થીની અને દિવ્યાંગ ઉમેદવારોને ફીમાંથી મુક્તિ : જુઓ સંપૂર્ણ યાદી

ધો. 10 નાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 405 રૂપિયા,ધો. 12 નાં સામાન્ય પ્રવાહનાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 565 રૂપિયા અને ધો. 12 સાયન્સનાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 695 રૂપિયા ફી નક્કી કરાઈ

અમદાવાદ :ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં લેવાનાર ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની ફી જાહેર કરી છે. જેમાં ધો. 10 નાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 405 રૂપિયા ફી નક્કી કરાઈ છે. તેમજ ધો. 12 નાં સામાન્ય પ્રવાહનાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 565 રૂપિયા ફી નક્કી કરાઈ છે. ધો. 12 સાયન્સનાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 695 રૂપિયા ફી નક્કીક કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.

ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને ઉપયોગી સમાચારી સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવ્યું છે કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.27/02/2025 થી તા.13/03/2025 દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે.

(8:50 PM IST)