News of Monday, 21st October 2024
પ્રોવિઝનલ સનદ આપવા હાઇકોર્ટનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ
રાજ્યનાં હજારો વિદ્યાર્થીઓ સનદની પરીક્ષા આપી શકશે:LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ સનદ ન મળતાં હાઇકોર્ટે વચગાળાનો હુકમ આપ્યો

અમદાવાદ :રાજ્યનાં કાયદા શાખાનાં વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે, ગ્રાન્ટેડ કૉલેજમાંથી LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ સનદ ન મળવા મામલે ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો હુકમ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પ્રોવિઝનલ સનદ આપવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ કર્યો છે. આથી, હવે રાજ્યનાં હજારો વિદ્યાર્થીઓ AIBE (સનદ) ની પરીક્ષા આપી શકશે
રાજ્યમાં કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. સનદ ન મળવાને કારણે કાયદા શાખા સાથે જોડાયેલા અનેક સ્નાતક વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીમાંથી હવે રાહત મળશે. ગુજરાત હાઈકોર્ટે ગ્રાન્ટેડ કૉલેજથી LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ સનદ ન મળતાં વચગાળાનો હુકમ કર્યો છે.હાઇકોર્ટે પ્રોવિઝનલ સનદ આપવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ કર્યો છે. આથી, હવે રાજ્યનાં હજારો વિદ્યાર્થીઓ સનદની પરીક્ષા આપી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાયદામાં 3 વર્ષનો કોર્ષ પૂર્ણ કર્યા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી પ્રોવિઝન સનદ મળે છે. આ સનદ મેળવ્યા બાદ જ AIBE ની ઓલ ઈંડિયા બાર એક્ઝામીનેશનમાં પ્રવેશ મળે છે. પરંતુ, સનદ ન મળવાને કારણે કાયદા શાખા સાથે જોડાયેલા અનેક સ્નાતક વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મુશ્કેલી થઈ રહી હતી. પરંતુ, હવે હાઈકોર્ટનાં વચગાળાનાં હુકમથી રાજ્યમાં આવેલી ગ્રાન્ટ ઇન એડ કોલેજનાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
