News of Monday, 21st October 2024
ગ્રાહકોના હીતમાં નર્મદા તોલમાપ વિભાગ દ્વારા 35 એકમોની આકસ્મિક તપાસ કરાઈ
ઓક્ટોબર માસમાં ૧૫ એકમો સામે નિયમાનુસાર કાર્યવાહી થકી રૂ. ૧૮૩૦૦ની માંડવાળ ફી ની વસુલાત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા, ભરૂચ-નર્મદા જિલ્લાની ટીમ દ્વારા નવરાત્રિ-દશેરા દરમિયાન તેમજ દિવાળી તહેવારો સંદર્ભે સતત ચેકિંગ ચાલી રહી છે. ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ વિભાગ દ્વારા થયેલ આકસ્મિક તપાસમાં બટાકા-કેળા વેફર્સના વેપારી એકમો તેમજ વધુ ભાવ લેતા અંદાજિત ૩૫ એકમોની તપાસ કરવામાં આવી હતી.
વેપારી-ઉત્પાદકો સામે કાયદાના ભંગ બદલ અસરકારક કામગીરી કરીને ગ્રાહકોનું હિત જળવાય તે માટે વિભાગ દ્વારા કિંમત કરતા વધુ ભાવ લેવા અંગે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરીને ઓક્ટોબર માસમાં કુલ રૂ. ૧૮૩૦૦ ની માંડવાળ ફી ની વસુલાત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૧૩ મી સપ્ટેમ્બરના રોજ તોલમાપ વિભાગ દ્વારા તિલકવાડા તાલુકાના વિવિધ સ્થળોએ કુલ ૪૫ એકમોની તપાસ કરી હતી. જેમાં ૧૩ એકમો સામે નિયમાનુસાર કાર્યવાહી કરીને રૂ. ૯૩૦૦ની માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
