<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

દેડીયાપાડા તાલુકાના સગાઈ ગામે જંગલમાં ઢોર ચરાવતી મહિલાને બીટ ગાર્ડ એ ઢોર માર માર્યો

કોઈપણ જાતની પૂછપરછ કર્યા વગર સાગના લીલા દંડા વડે ઢોર માર મારવાના આક્ષેપ બાદ મહિલા હાલ સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સગાઇ રેંજમાં સગાઈ ગામે ગત તારીખ: 20/10/2024 ના રોજ કવિતાબેન જેન્તીભાઇ વસાવા જેઓ સવારે 10 કલાકે ગામના જંગલમાં ઢોરો ચરાવવા ગયા હતા. બપોર પછી 3:00 વાગ્યા ના સમય ગાળા દરમિયાન કોકટી બીટના બીટગાર્ડ એ અચાનક કવિતાબેન પાસે આવી, કોઈપણ જાતની પૂછપરછ કર્યા વગર સાગના લીલા દંડા વડે ઢોર માર માર્યો હોવાની વાત જાણવા મળી છે.જોકે કવિતાબેને બુમાબુમ કરતા થોડે દૂર ઢોર ચરાવી રહેલ જાતરીબેન ઘટના સ્થળે પહોંચતા જ ત્યાંથી બીટગાર્ડ ભાગી જાય છે. ત્યારબાદ જાતરીબેન કવિતાબેનને ઘરે પહોંચાડે છે. અને તેમને દેડીયાપાડા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામા આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. અત્યાચારનો ભોગ બનનાર મહિલા ન્યાયની અપેક્ષા સાથે કાયદેસર ની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે. બીટ ગાર્ડએ મહિલાને માર કેમ માર્યો એ હજુ જાણી શકાયું નથી પરંતુ ગમે તે બાબત હોય આવી રીતે ઢોર માર મારવાની સત્તા બીટ ગાર્ડ ને કોને આપી..? શું આ માટે તટસ્થ તપાસ કરી કસૂરવાર સામે યોગ્ય પગલાં લેવાશે..?
જોકે આ ઘટના બાબતે હજુ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી પરંતુ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

(10:18 PM IST)