<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

તું મને ગામના બસ સ્ટેન્ડ પાસે દુકાન બનાવવા દેતો નથી કહી ધારિયું મારી ઇજા કરનાર શખ્શ સામે ફરિયાદ

તું હવે પછી મને દુકાન બનાવવા રોકશે તો તને જીવતો નહીં રહેવા દઉ તેવી ધમકી આપી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં દુકાન બાબતે બોલાચાલી થતા ધારિયું મારી ઇજા કરનાર ઈસમ વિરૂદ્ધ ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર રવિન્દ્રભાઇ ઝીણાભાઇ વસાવા (ઉ.વ.૩૦)( રહે.ઢોલાર ગધેડીયા ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તા.૧૯/૧૦/૨૦૨૪ નાં રોજ સાંજનાં પોણા છ વાગ્યાનાં અરસામાં તેઓ મો.સા. ઉપર મજુરી કામથી પોતાનાં ઘરે જતા હતા. તે વખતે ઢોલાર ગામનાં સાતરીયા ફળીયામાં આવેલ કેનાલની બાજુમાંથી પસાર થતા રસ્તા પર નરેશભાઇ પુંજીયાભાઇ વસાવા (રહે.ઢોલાર પટેલ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા)
નાઓ મળેલ અને કહેલ કે કેમ આપણા ગામના બસ સ્ટેન્ડ પાસે દુકાન બનાવવા દેતા નથી તેમ કહી ગાળો બોલી તેના હાથમાંના ધારીયા થી ડાબા હાથમાં કોણીથી કાંડાની વચ્ચે ઉંધુ ધારીયુ મારી ફ્રેકચર જેવી ગંભીર ઇજા પહોંચાડી તું હવે પછી મને દુકાન બનાવવા રોકશે તો તને જીવતો નહીં રહેવા દઉ તેવી ધમકી આપી ગુનો કરતા આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:45 PM IST)