<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

SOU પર જતા અધિકારીઓના કારણે લોકોનાં કામ ટલ્લે ચઢતા ત્યાં અધિકારીઓની અલગ વ્યવસ્થા જરૂરી

કલેકટર, પ્રાંત, મામલતદાર, ચીફ ઓફિસર જેવા મોટા ભાગના અધિકારીઓ ને પીએમ કે સીએમ આવવાના દસેક દિવસ પહેલાં થી ત્યાં બોલાવવામાં આવે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટ પર અવાર નવાર આવતા VIP મહાનુભાવો આવતા સ્થાનિક તંત્રના અધિકારીઓ વ્યસ્ત થતાં કામ અર્થે રાજપીપળા આવતા લોકોના કામ સમયસર થતાં નથી માટે ત્યાં અલગ વ્યવસ્થા કરવી જરૂરી છે, જોકે બે વર્ષ પૂર્વે આ બાબતે વકીલ મંડળ દ્વારા કલેકટર ને રજૂઆત કરાઈ હતી છતાં હજુ એની એ જ સ્થિતિ જોવા મળે છે.


આમ તો નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે બાબત ખૂબ સારી છે એના કારણે વિશ્વ ફલક પર જિલ્લાનું નામ જાણીતું થયું છે, પરંતુ ત્યાં આવતા પીએમ, સીએમ કે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સહિત નાઓની વખતો વખત મુલાકાત માં જિલ્લાનું વહીવટી તંત્ર, પોલીસ તંત્ર ત્યાં રોકાઈ છે જેના કારણે રાજપીપળા ખાતેની કચેરીઓમાં કામ અર્થે આવતા અરજદારો ના કામ સમયસર થતાં નથી સાથે સાથે આવવા જવા માં નાણાકીય નુકશાન પણ થાય છે, કેટલાક રેવન્યુ કેસો પણ પેન્ડિંગ છે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુ પર તમામ પ્રકારની અલગ વ્યવસ્થા કરી અપાઈ તો જિલ્લાના વહીવટી તંત્રને પણ અનુકૂળતા રહેશે, તેમજ હાલ નર્મદા જીલ્લામાં માત્ર કેટલાક કર્મચારીઓ, અધીકારીઓ ઇન્ચાર્જ તરીકે કામગીરી કરતા આવેલા છે જેઓ યોગ્ય પ્રમાણમાં નર્મદા જીલ્લાની જનતાને તેઓની કામગીરી દ્રારા મદદરૂપ થઇ શકે માટે જે જે ખાલી જગ્યાઓ છે તેની પુર્તતા કરવા તેમજ ફુલ ટાઇમ અધિકારીઓની નિમણુંકો કરવી પણ જરૂરી જણાય છે.

(10:47 PM IST)