News of Monday, 21st October 2024
હવે નક્લી જજનો પર્દાફાશ: આખે આખી કોર્ટ ઉભી કરી અબજોની જમીનો પચાવી પાડવાનું કારસ્તાન
રાજ્યમાં ન્કલીની ભરમાર:નકલી ઘી, નક્લી ટોલનાકુ, નક્લી IPS, નક્લી PMO નો ઓફિસર અને આખે આખી નક્લી કચેરી બાદ હવે નક્લી જજ સામે આવ્યો: બોગસ આરબીટ્રેશન ઉભુ કરી જજ તરીકે હુકમ કરનાર સામે ફરિયાદ નોંધવા આદેશ

અમદાવાદ :નકલી આઇપીએસ, નકલી ટોલનાકુ, નકલી કચેરી બાદ નકલી કોર્ટ અને નકલી જજનો પર્દાફાશ થયો છે. જેમાં નકલી કોર્ટ કચેરીઓ ઉભી કરી અબજો રૂપિયાની સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આરબીટ્રેશન ઉભુ કરીને જજ તરીકે હુકમો કરવામાં આવતા હતા.
આ મામલે કોર્ટમાં થયેલ દીવાની દરખાસ્તથી સમગ્ર મામલે ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ કોર્ટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવીલ કોર્ટના જજ જે.એલ. ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો છે. જેના આધારે સિટી સિવીલ કોર્ટના રજિસ્ટ્રારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોર્ટે નકલી કોર્ટમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર,સીપીયુ સહિતના ઉપકર્ણો જપ્ત કરવા પોલીસને આદેશ કર્યો છે
સિટી સિવીલ કોર્ટે કરેલા હુકમમાં નોધ્યું છે કે, પાલડી પાસે આવેલી સરકારી જમીન પચાવી પાડવા માટે ગુનાહિત કાવતરું રચીને ફ્રોડ એવોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો. આ ફ્રોડ એવોર્ડ હુકમ બનાવવા માટે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને આર્બીટ્રેટર- તરીકે નિમવામાં આવેલ ન હોવા છતા પોતે આર્બીટ્રેટર-જજ તરીકે એકતરફી અને કાયદાના પ્રબંધો વગર ખોટી ટ્રીબ્યુનલ એક પ્રકારની કોર્ટ બનાવી હતી
આરોપીએ ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઉભુ કરી સ્ટાફ, વકીલો ઉભા કરી, જજની જેમ વર્તી જાતે જ કલેઈમ સ્ટેટમેન્ટ અરજી-દાવો તૈયાર કરી, પોતાની પાસે રજૂ કરાવ્યો હતો. દરખાસ્તમાં દર્શાવેલી જમીન વર્ષો પહેલાથી સરકારીની માલિકીની કિંમતી જમીન હોવા છતાં ફ્રોડ એવોર્ડ હુકમના આધારે દરખાસ્તની ખાનગી માલીકીની જમીન ઠેરવવા ફ્રોડ એવોર્ડ હુકમ ઉભો કર્યો હતો. બનાવટી આર્બીટ્રેટર કોર્ટ ઉભી કરનાર સેમ્યુઅલ ક્રિશ્વિયન અને તેની સાથે સંકળાયેલ સામે રજિસ્ટ્રારે ફરિયાદ દાખલ કરવાની રહેશે. મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચન દ્વારા ફ્રોડથી ઉભો કરવામાં આવેલ એવોર્ડ હુકમની અસલ નકલ ,દરખાસ્ત અરજી સહિતના સ્ટેટમેન્ટ પોલીસ ફરિયાદમાં સાથે સોંપવાની રહેશે.સિટી સિવિલ કોર્ટમાં દરખાસ્ત કરનાર બાબુજી છનાજી ઠાકોર અરજી નામંજૂર કરીને રૂ.50 હજાર દંડ કરવામાં આવે છે.
બોગસ આર્બીટ્રેશન કોર્ટ ઉભી કરનાર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનની કોર્ટે સ્ટેટેમેન્ટ નોંધ્યુ હતુ. જેમાં તેને કોર્ટને જણાવ્યુ હતુ કે, ડૉ. મોરીશ સેમ્યુઅલ ક્રિશ્વિયન આર્બીટ્રેશન જજ તરીકે કામ કરુ છુ અને ગાંધીનગર રહુ છુ. કોર્ટમાં રજૂ થયેલ દરખાસ્ત સાથે આર્બીટ્રેટર કેસના ફાઈનલ એવોર્ડ બતાવીને ચુકાદો તમે આપ્યો છે તે સંદર્ભે મોરીશ સેમ્યુઅલે કોર્ટને જણાવ્યુ હતુ ,કે ફાઈનલ એવોર્ડ મેં આ કામમાં આપેલ છે અને તેમાં મારી સહી છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
