તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 21st October 2024
વાવ બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ ફાઇનલઃ કાલે જાહેરાત થશે
ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે જો ભાજપમાંથી કોઇ નારાજ થઇને કોંગ્રેસમાં આવ્યું હશે અને કોંગ્રેસ તેને ટિકીટ આપશે તો તેને પણ જીતાડીશું

બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધર્યા બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલ હોવાનું મનાઈ રહ્યું છે. આવતીકાલે ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થઈ શકે છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે ગુલાબસિંહ રાજપૂતનું નામ ચર્ચામાં છે. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે જો ભાજપમાંથી કોઇ નારાજ થઇને કોંગ્રેસમાં આવ્યું હશે અને કોંગ્રેસ તેને ટિકીટ આપશે તો તેને પણ જીતાડીશું. કોંગ્રેસ જેને ટિકીટ આપશે તેના સમર્થનમાં હું રહીશ.
બીજી તરફ અપેક્ષિત ઉમેદવારો ઠાકરશી રબારી અને કે.પી. ગઢવીએ પણ કોંગ્રેસ પક્ષ જે ઉમેદવાર મુકશે તેને સમર્થન આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે મોવડી મંડળ જે પણ નામ નક્કી કરે તે સૌને માન્ય રહેશે. હાલ તો નિરીક્ષકો દ્વારા અપેક્ષિત ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે. નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દાવેદારોની યાદી પાર્લામેન્ટરી બોર્ડને સોંપાશે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
