News of Monday, 21st October 2024
એકતાનગરના કેટલાંક વિસ્તારોને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરાયા
સમગ્ર વિસ્તારમાં (રીમોટ કંટ્રોલ સંચાલિત) ડ્રોન ચલાવવા/ઓપરેટ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

રાજપીપલા:નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર વિસ્તારના સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, એરોડ્રામ જેવા વાઈટલ ઈન્સ્ટોલેશન સહિત અન્ય વિશ્વ પ્રખ્યાત ટુરીસ્ટ સ્પોટ આવેલ હોય તથા ગુરૂકુલ હેલિપેડ ખાતે મહાનુભાવોઓની હેલિકોપ્ટર મારફત મુવમેન્ટ થતી હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા ગુરૂકુલ હેલીપેડ વિસ્તારને ‘NO DRONE ZONE’ વિસ્તાર જાહેર કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે.
એકતાનગર વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ, ન્યુ ગોરા બ્રીજ, મોખડી ડેમ સાઈટ, CHPH/RBPH તેમજ ડાઈક નં-૧ એરોડ્રામથી ડાઈક નં-૪, ટેન્ટ સીટીથી ભુમલીયા, ઝીરો પોઈન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તાર તેમજ ગુરૂકુલ હેલિપેડ વિસ્તારને ‘NO DRONE ZONE’ જાહેર કરાયા છે.
અપવાદરૂપ પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના સંસાધનો તેમજ પોલીસ વિભાગના અભિપ્રાય આધારે અત્રેથી આપવામાં આવેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામા આવે છે.
આ સમગ્ર વિસ્તારમાં (રીમોટ કંટ્રોલ સંચાલિત) ડ્રોન ચલાવવા/ઓપરેટ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.કે.ઉંધાડએ પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામાનો અમલવારી તા.૧૭/૧૨/૨૦૨૪ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
