News of Tuesday, 22nd October 2024
સુરતમાં રેવ પાર્ટી પર પોલીસની રેઇડ, નવ મહિલા અને પાંચ પુરૂષો ઝડપાયાં
પોલીસે દારૂ, ડ્રગ્સ, ગાંજા સહિત ૪,૬૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો

સુરત, તા.૨૨: સુરતમાં મગદલ્લા વિસ્તારમાં જલારામ કુટિર ખાતે દારૂ, ડ્રગ્સ, ગાંજા સાથે મહિલાઓ અને પુરુષો સાથે મળીને પાર્ટી કરી રહ્યાં હતાં એ સમયે જ સુરત પોલીસે રેઇડ કરીને ૯ મહિલા અને પાંચ પુરુષો સાથે ૧૪ વ્યક્તિને ઝડપી લીધી હતી.
જલારામ કુટિર ફલૅટમાં રહેતી વ્યક્તિએ તેના મિત્રોને બોલાવીને ફ્લૅટમાં જ સાથે મળીને કોઈ પણ જાતના ડર વગર મેફેડ્રોન ડ્રગ્સ, હાઇબ્રિડ ગાંજો, વિદેશી દારૂ તેમ જ સિગારેટની મહેફિલ જમાવી હતી. આ પાર્ટીની જાણ સુરત ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના નાર્કોટિક્સ સેલને થતાં એણે ફ્લૅટ પર પહોંચીને રેઇડ પાડી હતી. પોલીસે દારૂ, ડ્રગ્સ, ગાંજા સહિત ૪,૬૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
