<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ:કામરેજમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો

જ્યારે 8 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ : જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

અમદાવાદ :દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજુ સુધી મેઘરાજાની વિદાય થઈ નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ ખાબક્યો હતો. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના કામરેજમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 8 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.

આજની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(11:30 AM IST)