<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

૩૦૩૦૫ ભાડૂતો ચેક...રાજકોટમાં ૯૦, જૂનાગઢ રેન્‍જ ૩૭, ભાવનગર રેન્‍જમાં ૧૦ સામે કાર્યવાહી

ભાડુઆતો અંગે પોલિસમાં જાણ કરવાના મુદ્દે બેદરકાર રહેવાને કારણે ગંભીર ઘટનાઓ ઘટયાના તારણ પગલે રાજ્‍યભરમાં ચાલતી ઝુંબેશ અંગે શું પગલાં ભરાયાં તે જાણો અને ચેતો

ઇન્‍ચાર્જ મુખ્‍ય પોલીસ વડા શમશેરસિંઘ દ્વારા કોઈ જોખમ લેવાને બદલે સમસ્‍યાના મૂળ સુધી જવાની રણનીતિ અંતર્ગત અપાયેલ આદેશથી જાગળતિનો અદભુત સંચાર થયાઃ રાજકોટ રેન્‍જ હેઠળના વિવિધ જિલ્લાઓમાં પણ વિશાળ સાગર કિનારાની સંવેદનશીલતા ધ્‍યાને રાખી  ચેકીંગ અને પગલાંઓ લેવાયા

રાજકોટ તા.રરઃ  ગુજરાત હોય દેશના અન્‍ય રાજ્‍યો જયારે જયારે ખૂબ મહત્‍વની ઘટનાઓ બને છે, તેની તપાસ દરમિયાન ભાડે આપતા સમયે નિયમ મુજબ જે  સલામતી અને સુરક્ષા માટે તથા તપાસ ઝડપી બની શકે તે માટે મકાન માલિકો દ્વારા જે ભાડા કરાર કરી પોલિસને જાણ કરવાની હોય છે, તે કરવામાં બેદરકારી રાખતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા ઇન્‍ચાર્જ મુખ્‍ય પોલીસ વડા શમશેરસિંઘ દ્વારા જાગળતિ રાખી ગત તારીખ ૧૩ ઓકટોબરથી તારીખ ૨૭ સુધી હાથ ધરાયેલ ઝુંબેશ દરમિયાન ૧૮ ઓકટોબર સુધી ગુજરાતમાં ૩૦ હજાર ૩૦૫ જેટલા સ્‍થળો ચેક કરવામાં આવેલ જેમાં ૨૫૧૫ વિરૂદ્ધ નિયમ ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી છે.

નોંધણીના નિયમોનું પાલન નહી કરનારા કુલ-૨૫૧૫ ભાડુઆતો/માલિકો વિરૂધ્‍ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેર-૧૨૧, સુરત શહેર-૧૯૨, વડોદરા શહેર-૧૧૨, રાજકોટ શહેર-૯૦, અમદાવાદ રેન્‍જ-૩૨૨, ગાંધીનગર રેન્‍જ-૧૧૨, વડોદરા રેન્‍જ- ૪૯૦, પંચમહાલ રેન્‍જ-૧૦૧, સુરત રેન્‍જ-પ૨૭, રાજકોટ રેન્‍જ-૨૩૬, જુનાગઢ રેન્‍જ-૩૭, ભાવનગર રેન્‍જ-૧૦ અને સરહદી રેન્‍જ-૧૬૫ ભાડુઆતો/માલિકોનો સમાવેશ થાય છે.

ગુજરાત પોલીસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર પોસ્‍ટ કરી જાહેર જનતાને ભાડુઆત નોંધણીના નિયમોનું ચુસ્‍ત પાલન કરવા વાકેફ કરવામાં આવેલ છે. નાગરિકોએ ભાડુઆત નોંધણી માટે પોલીસ સ્‍ટેશન જવાની જરૂર નથી. તેઓ ગુજરાત સિટીઝન ફર્સ્‍ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઇન કરી શકે છે. આ ખાસ ઝુંબેશ દરમ્‍યાન પોલીસ દ્વારા ભાડુઆતોની કે મકાન માલિકોની ખોટી રીતે કનડગત કે હેરાનગતી ન થાય તેમજ પોલીસ કાર્યવાહીમાં પુરતો શિષ્ટાચાર જળવાઈ રહે તે માટે તમામ એકમોના પોલીસ વડાશ્રીઓને રાજય પોલીસ વડાશ્રી નાઓએ જરૂરી તકેદારી તથા સુપરવિઝન રાખવા સુચના આપેલ છે.મકાન ભાડે રાખી ગુનાહિત પ્રવળત્તિઓને અંજામ આપતા કેટલાક ગુનેગારોની અગાઉ ધરપકડ કરાઈ છે. ગુનાહિત પ્રવળત્તિઓમાં ભાડાના મકાન કે અન્‍ય પ્રોપર્ટીનો ઉપયોગ થતો હોય જેને અટકાવી ગુનાહિત પ્રવળત્તિઓ પર અંકુશ રાખવા ભાડુઆતની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ ખાસ ઝુંબેશ દરમ્‍યાન તા.૧૩ થી તા.૧૮/૧૦/૨૦૨૪ સુધીમાં મકાન ભાડુઆત ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. જે દરમ્‍યાન રાજયમાં કુલ-૩૦,૩૦૫ ભાડુઆતોને ચેક કરવામાં આવેલ છે. જેમાંથી  ગુજરાત પોલીસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર પોસ્‍ટ કરી જાહેર જનતાને ભાડુઆત નોંધણીના નિયમોનું ચુસ્‍ત પાલન કરવા વાકેફ કરવામાં આવેલ છે. નાગરિકોએ ભાડુઆત નોંધણી માટે પોલીસ સ્‍ટેશન જવાની જરૂર નથી. તેઓ ગુજરાત સિટીઝન ફર્સ્‍ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકે છે. આ ખાસ ઝુંબેશ દરમ્‍યાન પોલીસ દ્વારા ભાડુઆતોની કે મકાન માલિકોની ખોટી રીતે કનડગત કે હેરાનગતી ન થાય તેમજ પોલીસ કાર્યવાહીમાં પુરતો શિષ્ટાચાર જળવાઇ રહે તે માટે તમામ એકમોના પોલીસ વડાશ્રીઓને રાજય પોલીસ વડાએ જરૂરી તકેદારી તથા સુપરવિઝન રાખવા સુચના આપેલ છે

(11:49 AM IST)