<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ડીસામાં ૩૦૦ કરોડના ખર્ચે સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનશેઃ મુળુભાઇ બેરા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રરઃ પ્રવાસીઓ માટે નવું તથા રાજયમાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવા આયોજન થયું છે.

રાજયના વનમંત્રી મુળુભાઇ બેરાએ જણાવેલ કે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ જાહેરાત કરાઇ છે તથા બનાસકાંઠાના ડીસામાં ૪પ૦ વીઘા જેવડી મોટી જગ્યામાં ૩૦૦ કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય તથા જંગલ સફારી બનાવવામાં આવશે તથા નડાબેટથી અંબાજીની ટુરીઝમ સરકીટમાં ડીસા પ્રાણી સંગ્રહાલયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

(1:37 PM IST)