<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

અમિતભાઇ શાહના જન્મદિને જુનાગઢ - અમદાવાદમાં ડો.ડી.પી.ચિખલીયા દ્વારા સેવાકાર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., રરઃ દેશના ગૃહ અને પ્રથમ સહકારમંત્રીશ્રી અમિતભાઇ શાહનો આજે ૬૦ મો જન્મદિવસ હોય જેની અમદાવાદ અને જુનાગઢ ખાતે ગુજરાત સ્ટેટ હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશનના ચેરમેન ડો. ડી.પી. ચિખલીયા દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.

જેમાં અમદાવાદ ગુ. સ્ટેટ હા. ફા. કોર્પો.ની ઓફીસ ખાતે કર્મચારીઓને મીઠાઇઓ  અને ગરીબ લોકોને મિઠાઇ વિતરણ કરાયું હતું અને જુનાગઢ ત્રિમુર્તિ હોસ્પીટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરી આ સેવા દિવસ તરીકે ઉજવણી કરી અમિતભાઇને  ડો.ચિખલીયાએ શુભેચ્છા પાઠવી હતી.

(2:12 PM IST)