<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

સુરતના ડુમસના ભીમપુર ખાતે આવેલી સરકારી જમીન પરના દબાણ પાલિકા દ્વારા દૂર કરાયા

છ જેટલી દુકાનો અને એક કેફેનું ગેરકાયદે દબાણ પાલિકાએ હટાવ્યું :મહિને ભાડા વસૂલવામાં આવતા હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો

સુરતના ડુમસના ભીમપુર ખાતે આવેલી સરકારી જમીન પરના દબાણ દૂર કરાયા છે. છ જેટલી દુકાનો અને એક કેફેનું ગેરકાયદે દબાણ પાલિકાએ દૂર કર્યું છે. સરકારી જમીન પર દબાણો કરી મહિને ભાડા વસૂલવામાં આવતા હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.

(6:59 PM IST)