<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ધંધુકામાં આવેલા આર એમ એસ હોસ્પિટલના ટ્રસ્ટીની કરપીણ હત્યા

બરવાળાના ભીમનાથ ગામે ધરમશીભાઈ મોરડીયા પર જીવલેણ હુમલો કરાયો: પાટીદાર સમાજના અગ્રણી અને અનેક સંસ્થાઓ સાથે સંલગ્ન હતા ધરમશીભાઈ મોરડીયા

બોટાદ જિલ્લાના ધંધુકામાં આવેલા આર એમ એસ હોસ્પિટલના ટ્રસ્ટીની કરપીણ હત્યા કરવામાં આવી છે. બરવાળા તાલુકાનાં ભીમનાથ ગામે ધરમશીભાઈ મોરડીયા પર જીવલેણ હુમલો કરાયો હતો. સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલ ખાતે લાવતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પાટીદાર સમાજના અગ્રણી અને અનેક સંસ્થાઓ સાથે સંલગ્ન હતા ધરમશીભાઈ મોરડીયા. જો કે તેમની હત્યાનુ કારણ હજુ અકબંધ રહ્યું છે. સમગ્ર મામલે બરવાળા પોલીસ સહિત જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોચી છે.

(7:26 PM IST)