<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ઉંઝામાં જીરાનો ઉંચો ભાવ 5325 રૂપિયા બોલાયો: જાણો રાજ્યની 26 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,088.56 ટન જીરાની આવક થઇ

અમદાવાદ :ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,088.56 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 5501 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં ઉંચો ભાવ 5325 રૂપિયા જ્યારે નીચો ભાવ 3900 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત માંડલમાં 5152 રુ., રાધનપુરમાં 5051 રૂ., હારીજમાં 5025 રૂ., રાજકોટમાં 4775 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,088.56 ટન આવક થઇ છે. 

(10:03 PM IST)