<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ચકચારી જીએસટી કૌંભાંડ પ્રકરણમાં ભાવનગરના ૫ શખ્સોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

અગાઉ ૯ ની ધરપકડ કરી હતી હવે વધુ 5 શખ્શો ઝડપાતા હવે આક ૧૪ સુધી પહોંચી ગયો

રાજકોટ :ચકચારી જીએસટી કૌંભાંડ પ્રકરણમાં ભાવનગરના ૫ શખ્સોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે

આ અગાઉ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક‌, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલનાં માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણનાં નેતૃત્વ હેઠળ પીઆઇ ઘાસુરા ટીમ દ્વારા આ અગાઉ ૯ ની ધરપકડ કરી છે, હવે આક ૧૪ સુધી પહોંચી ગયો છે .

 ધરપકડ કરાયેલમાં  (૧) આદિલ કાદરભાઇ ખોખર( ઉ.વ.૩૦)(, રહે. ભુતના લીંમડા વાળો ખાંચો, મહંમદીબાગ હોલની બાજુમાં, ભીલવાડા સર્કલ રોડ, સાંઢીયાવાડ, ભાવનગર)
(૨) કાદર ઉર્ફે નાવડી રફીકભાઇ ખોખર (ઉ.વ.૩૨) ( રહે. મહાવતવાળો, આયશા ટેનામેન્ટની સામે, જોગીવાડની ટાંકીની પાછળ, રૂવા પરી રોડ, સાંઢીયાવાડ, ભાવનગર) (૩) અકીલ અનુભાઇ પઠાણ (ઉ.વ.૨૪)  ધંધો. વેપાર (રહે, ચંન્દ્ર મહેલ ફ્લેટ, પહેલો માળ, તન્ના ટ્રાવેલ્સ ઓફીસની સામે, રબ્બર ફેક્ટરીની બાજુમાં, રબર ફેક્ટરી રોડ, ભાવનગર) (૪) શાહરુખ રફીકભાઇ રંગરેજ, (ઉ.વ.૩૦)(, ધંધો.ડ્રાઇવીંગ રહે. અસ્તર આંબલીનો ખાંચો, ખાન સાહેબની દુકાનની સામે, બચુભાઇ દુધવાળા પાસે, ભગા તળાવ, ભાવનગર.) (૫) સરફરાજભાઇ મુસ્તુફાભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦), ધંધો. નોકરી (રહે. મ.નં.૨, આલેન રસુલ મસ્જીદની આગળ, બિસ્મીલ્લા બેકરીની ગલીમાં, કેનાલ પાસે, ફતેવાડી, અમદાવાદ શહેર. મુળ રહે. માણેકવાડી, ભાવનગર) છે

 

(10:26 PM IST)