તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 23rd October 2024
ગુજરાત હાઇકોર્ટના આદેશાનુસાર ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા અંદાજે છ હજારથી વધુ ને પ્રોવીઝનલ ઓનરોલમેન્ટ અપાશે
દિવાળી સુધીમાં લક્ષ્યાંક પુરો કરાશે : દિવાળીની રજામાં પણ કામગીરી ચાલુ રખાશે : જે.જે. પટેલ

જે.જે. પટેલ ચેરમેન : ગુજરાત બાર કાઉન્સીલ મનોજભાઇ અનડકટ એનરોલમેન્ટ કમિટી ચેરમેન
રાજકોટ, તા. ર૩ : ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને આધિન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પ્રોવીઝનલ એનરોલમેન્ટ આપશે તેમ બાર કાઉ. એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના લીગલ એજયુકેશન રૂલ્સને આધારે લો-કોલેજોએ તેના એકીલીએશન તથા એપ્રુવલ માટે ભરવાની થતી ફ્રી ભરેલ ન હોવાને કારણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા તમામ સ્ટેટ બાર કાઉન્સિલને આવી નોન-એફીલીએશન કે નોન-એપ્રુવલ વાળી લો-કોલેજોના વિધાર્થીઓની સનદની નોંધણી નહિ કરવા સુચન કરેલ. જે બાબતે નોન-એફીલીએશન કે નોન-એપ્રુવલ લો-કોલેજના વિધાર્થીઓએ ગુજરાત હાઈકોર્ટમાં રીટપીટીશન દાખલ કરીને તેઓને ઓલ ઇન્ડિયા બાર એકઝામીનેશનમાં બેસવા દેવા મંજુરી આપવા માટે દાદ માંગેલ હતી.
આવી તમામ રીટપીટશનો મા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તિ શ્રી અનિરૂધ્ધ પી. માચીએ ે તા. ૨૧/૧૦/૨૦૨૪ના રોજ હુકમ કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ગ્રાન્ટ-ઇન-એઇડ નોન-એફીલીએશન કે નોન- એપ્રુવલ લો-કોલેજના તમામ વિધાર્થીઓ કે જેઓએ સનદ મેળવવા માટેના ફોર્મ ભરેલા છે તેમને પ્રોવીઝનલ એનરોલમેન્ટ મંજુર કરવા વચગાળાનો આદેશ કરેલ છે.
ગુજરાત હાઈકોર્ટના હુકમ અનુસંધાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે.પટેલ, એનરોલમેન્ટ કમિટીના ચેરમેન શ્રી મનોજ એમ. અનડકટ તથા સભ્યો કિશોરકુમાર આર. વિવેદી અને હિતેશ જે. પટેલે એક સંયુક્ત અખબારીયાદીમાં જણાવેલ છે કે ગુજરાત હાઇકોર્ટના હુકમને આધિન રહીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એનરોલમેન્ટ કમિટી યુધ્ધના ધોરણે કાર્યરત રહી અંદાજે ૫,૦૦૦ થી ૩,૦૦૦ અરજદારોને પ્રોવીઝનલ એનરોલમેન્ટ મંજુર કરશે જેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સનદ મેળવવા માટે અરજી કરી હોય તેવા તમામ અરજદારો કે જેમની લો-કોલેજો એફીલીએશન કે એપ્રુવલ ન હોય તો પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ઓલ ઈન્ડિયા બાર એકઝામ આપી શકશે. વધુમાં શ્રી જે. જે. પટેલે જણાવ્યું હતું. આ કામગીરી દિવાળીની રજામાં પણ ચાલુ રાખવામાં આવશે અને એનરોલમેન્ટની કાર્યવાહી પુરી કરાશે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
