<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ તાલાલામાં 18 મી,મી વરસ્યો

જૂનાગઢ સીટીમાં 15 મીમી, જગડિયામાં 15 મીમી, નેત્રાણમાં 10 મીમી, પોરબંદરમાં 9 મીમી, માળીયા હાટીનામાં 8 મીમી, ભરૂચમાં 8 મીમી અને ધોલેરામાં 6 મીમી વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં ગઇકાલે એટલે કે તારીખ 22 ઓક્ટોબરના રોજ 20 તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ જોવા મળ્યો હતો. દિવાળી નજીક આવી રહી છે, તેમ છતાં વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે થઈને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. ખેતરમાં પાકેલો પાક પાણીમાં તણાઇ રહ્યો છે.

રાજ્યમાં ગઇકાલે 22 ઓક્ટોબરના રોજ 20 તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વરસાદ ગીર સોમનાથના તાલાલામાં 18 મીમી, જૂનાગઢમાં 15 મીમી, જૂનાગઢ સીટીમાં 15 મીમી, જગડિયામાં 15 મીમી, નેત્રાણમાં 10 મીમી, પોરબંદરમાં  9 મીમી, માળીયા હાટીનામાં 8 મીમી, ભરૂચમાં 8 મીમી અને ધોલેરામાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.

(2:16 PM IST)