<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

અતિવૃષ્‍ટિથી ખેડુતો માટે દિવાળી બની હોળી સમાનઃ ચેતન રામાણી

રાજકોટ તા. રરઃ સમગ્ર ગુજરાત અને સૌરાષ્‍ટ્રના મોટા ભાગના વિસ્‍તારમાં વરસાદે અતિવૃષ્‍ટિ સર્જી છે, અનેક ગ્રામ્‍ય વિસ્‍તારો જળબંબકારની સ્‍થિતિમાં મુકાયા છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ૩ જિલ્લામાં ઝાપટાથી માંડીને પ થી ૮ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા મગફળી, કપાસ, સોયાબીન સહિતના ખેતી પાકોને નુકસાન જતા ખેડૂતોને પર દિવાળીએ હોળી જેવી સ્‍થિતિ ઉભી થઇ હોવાની ચિંતા સૌરાષ્‍ટ્રના ખેડુત અગ્રણી ચેતન રામાણીએ વ્‍યકત કરી છે.

આ બાબતે તેઓએ મુખ્‍યમંત્રીને પત્ર લખી સરકારે તાત્‍કાલિક અસરથી મગફળીની ખરીદી શરૂ કરી ખેડૂતોને પાયમાલ થતા બચાવવા જોઇએ અને તેમની વહારે આવી થયેલ નુકસાનનું સરકારે પાંચ હેકટર દિઠ ૧ લાખ રૂપિયા જેવી સહાય ચુકવણી કરી હરહંમેશની જેમ ખેડૂતોનું હમદર્દ બની તેમના પડખે ઉભા રહી તેમને સહકાર પુરો પાડવો જોઇએ. તેવી રજુઆત કરી છે.

ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્‍જીન સરકારે હરહંમેશ ખેડૂતો પ્રત્‍યે ચિંતા દાખવી છે અને મજબૂતાઇથી તેમનો પક્ષ રાખ્‍યો છે ત્‍યારે આ વખતે પણ મુખ્‍યમંત્રી કક્ષાએ઼થી જરૂરી નિર્ણય લઇ ન્‍યાય મળશે. તેવો વિશ્‍વાસ અંતમાં ચેતન રામાણીએ વ્‍યકત કર્યો છે.

(2:20 PM IST)