<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ગાંધીનગરમાં સાંસ્‍કૃતિક સમારોહ

ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી, સાંસ્‍કળતિક ધરોહર અંતર્ગત સુંદર સાંસ્‍કળતિક કાર્યક્રમ,ગાંધીનગર ટાઉનહોલ, સેક્‍ટર ૧૭  ખાતે, પારિવારીક માહોલમાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે ગાંધીનગરના ધારાસભ્‍ય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ, પૂર્વ આઇ. જી. પી. ગુજરાત જી. કે. પરમાર, ઘી ડોક્‍ટર્સ એસોસિએશન ગાંધીંનગરના પ્રેસિડેન્‍ટ ડો. અનિલભાઈ ચૌહાણ, ગાંધીનગરના અગ્રણી વેપારી અને સંસ્‍કૃતિ સંસ્‍થાના પ્રમુખ રમેશભાઈ પટેલ, આર્ટ લવર અને સંસ્‍ક્રુતિ સંસ્‍થાના કમિટી મેમ્‍બેર અને શો આયોજક શ્રી મનોજભાઈ શુક્‍લા, આર્ટ લવર અને સંસ્‍ક્રુતિ સંસ્‍થાના મનોજભાઈ જોષી,  વિદેશ મંત્રાલયના પી.આર.ઓ. રાહુલભાઇ નાયક, ડીસ્‍ટ્રીક્‍ટ મિડીયા ચેરમેન રોટરી ક્‍લબ ઓફ કેપિટલ - ગાંધીનગરના પૂર્વપ્રમુખ અને લોહાણા સમાજનાં અગ્રણી પાર્થભાઈ ઠક્કર, રોટે. વલ્લભભાઈ દેસાઈ, રોટે. જશવંતભાઈ બારૈયા, નિસર્ગ સાયન્‍સ સેન્‍ટરના અનિલભાઈ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને માણવા ગાંધીનગરનાં સંગીત રસિકો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ગાયક અને વર્ષોના અનુભવી લોકપ્રિય શ્રી સંજય તન્ના, બીગશોટ ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ દ્વારા કરવામાં આવેલ, આ કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્‍કર અશ્વિન પટેલ દ્વારા કરવામાં આવેલ. અને આ કાર્યક્રમમાં ગાંધીનગરની જાણીતી સંસ્‍થાઓ - સંસ્‍કૃતિ સંસ્‍થા અને ધી ડોક્‍ટર્સ એસોસિએશન ગાંધીનગર એમના સંગીત રસિકો સાથે જોડાયેલ હતી.

(2:22 PM IST)