News of Wednesday, 23rd October 2024
નિરમા યુનિવર્સિટીમાં રાસગરબા

રાજકોટઃરાસ ગરબા ૨૦૨૪ ની વાઇબ્રન્ટ સેલિબ્રેશન નિરમા યુનિવર્સિટી કેમ્પસમાં થઈ હતી. ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટના સહયોગથી સ્ટુડન્ટસ વેલ્ફેર બોર્ડ દ્વારા આયોજિત, આ ઇવેન્ટમાં યુનિવર્સિટીના અધિકારીઓ, ફેકલ્ટી, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહિત ૭ હજાર થી વધુ સહભાગીઓએ આકર્ષણ જમાવ્યું હતું. શ્રી જી રામચંદ્રન નાયર, એક્ઝિકયુટિવ રજિસ્ટ્રાર વિ. ઉપસ્થિત રહ્યા હતા. રાસ ગરબાના જજીસ, મયંકભાઈ દવે અને તુષાર વ્યાસે સેવા આપી હતી. ચીફ કોઓર્ડીનેટર ડો.ભાવેશ પારેખ અને તેમની ટીમને કાર્યક્રમનું આયોજન કરવા બદલ વિશેષ સ્વીકળતિ આપવામાં આવી હતી. ઈવેન્ટની સફળતામાં મુખ્ય વ્યક્તિઓમાં ડૉ. દેબાસીસ મલ્લિક, ડિરેક્ટર અને ડૉ. હૃદાનંદ મિશ્રા, ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટના એડિશનલ ડિરેક્ટરનો સમાવેશ થાય છે. રાસ ગરબાના કોઓર્ડિનેટર, ડૉ. અવની રાવલ, ડૉ. પુનિત સૌરભ અને ડૉ. મયંક ભાટિયાએ ઇવેન્ટના આયોજનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
