News of Wednesday, 23rd October 2024
કેશોદના બામણાસા ગામે વેરાવળી ધામે 25 ઓક્ટોબરે યોજાશે ખેડૂત મહાપંચાયત
મહાપંચાયતમાં યોગેન્દ્ર યાદવ અને બજરંગ પુનિયા પણ જોડશે: ઘેડ પંથકના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ અને ઇકો સેન્સેટિવ ઝોન રદ કરવા માંગ કરશે

અમદાવાદ : આગામી 25 ઓક્ટોબરના રોજ કિસાન સયુંકત મોરચાની ખેડૂત મહાપંચાયત કેશોદના બામણાસા ગામે વેરાવળી ધામે યોજાશે. આ મહાપંચાયતમાં યોગેન્દ્ર યાદવ અને બજરંગ પુનિયા પણ જોડશે ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની ખેડૂત મહાપંચાયતમાં કરાશે માંગ ઇકો સેન્સેટિવ ઝોન રદ્દ કરવાની માંગ આ મહાપંચાયતમાં કરવામાં આવશે. ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી પણ માંગણી કરાશે. ભાદર-ઊબેણ-ઓઝતમાં છોડવામાં આવતા ઝેરી કેમિકલ કચરાથી કાયમી મુક્તિ મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરાશે. ઘેડ વિસ્તાર માટે ખાસ ઘેડ વિકાસ નિગમ બનાવવાની માંગ કરાશે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
