News of Wednesday, 23rd October 2024
25 નવેમ્બરની આસપાસ શારિરીક કસોટી લેવામાં આવશે :10 દિવસ પહેલા કોલ લેટર ઇસ્યૂ કરાશે: હસમુખ પટેલનું ટવીટ
પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી શેર કરી

અમદાવાદ :રાજ્યમાં પોલીસ ભરતી પરીક્ષાનાં ઉમેદવારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી શેર કરી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, શારીરિક કસોટીનાં 10 દિવસ પહેલા કોલ લેટર ઇસ્યૂ કરવામાં આવશે. જ્યારે શારિરીક કસોટી 25 નવેમ્બરની આજુબાજુ શરૂ થવાની સંભાવના છે.
રાજ્યમાં મોટી સંખ્યામાં યુવાનો પોલીસ ભરતીની આતુરતાની રાહ જોતા હોય છે. ત્યારે હવે પોલીસ ભરતી માટે થતી શારિરીક કસોટીનેલઈ મોટા સમાચાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી ઉમેદવારો સાથે માહિતી શેર કરી છે. અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી લખ્યું કે, પોલીસ ભરતીની શારીરિક કસોટીનાં કોલ લેટર કસોટી શરૂ થવાનાં આશરે 10 દિવસ પહેલા બહાર પાડવામાં આવશે.
વધુમાં લખ્યું કે, કસોટી 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થવાની સંભાવના છે. આથી, ઉમેદવારો શારિરીક કસોટીમાં પાસ થવા માટે જરૂર પ્રમાણે તૈયારી ચાલુ રાખે. અન્ય એક ટ્વીટમાં હસમુખ પટેલે લખ્યું કે, ઘણા ઉમેદવારોએ ઉત્તરવહીમાં ખોટી જગ્યાએ પ્રશ્નોનાં જવાબ લખેલ હોઇ મોડ 3 ની પરીક્ષાનાં ગુજરાતી પ્રશ્નપત્રની ચકાસણીમાં વિલંબ થઈ રહ્યો છે. દિવાળી પહેલા પરિણામ આપવા પ્રયત્ન ચાલુ છે
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
