<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

પાટણ મોટી ભાટિયાવાડ ખાતેના શ્રી બાળા બહુચર માતાજીની ત્રીજી વષૅગાઠ પવૅની ભક્તિમય પ્રસંગો થકી ઉજવણી કરાઈ

સ્વર સંદીપ મ્યુઝિકલ ગૃપ દ્રારા રાસગરબા અને ભજનોની રમઝટ જમાવી..

શહેરના મોટી ભાટિયાવાડ ખાતે બિરાજમાન શ્રી બાળા બહુચર માતાજી ની ત્રીજી વર્ષગાંઠ નિમિતે  વિવિધ ધાર્મિક ઉત્સવો ની સાથે સાથે શ્રી બાળા બહુચર માતાજી ના ગુણગાન ગાતા ભક્તિ સભર કાર્યક્રમ નું મંદિર પરિસર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

માતાજી ની ત્રીજી વષૅ ગાઠ નિમિત્તે આયોજિત ધાર્મિક પ્રસંગોમાં મોટી ભાટિયાવાડ વિસ્તારના રહીશો સહિત પાટણની ધમૅપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દશૅન પ્રદાસ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. 

આ પ્રસંગે મંદિર પરિસર માં રાત્રે પાટણ ના જાણીતા સ્વર સંદિપ મ્યુઝીકલ ગૃપના  સંદીપભાઈ ખત્રી અને તેમના કલાવૃદ દ્રારા રાસગરબા સાથે ભજનોની રમઝટ જમાવી સમગ્ર મંદિર પરિસર ને ભક્તિ મય બનાવી શ્રી બાળા બહુચર માતાજીની ત્રીજી વષૅ ગાઠ પવૅની ઉજવણી ને યાદગાર બનાવી હતી

(12:25 AM IST)