News of Thursday, 24th October 2024
દિવાળીમાં નર્મદાના કાર્ડ ધારકોને તુવેરદાળ મળશે..??: ઓક્ટોમ્બર મહિનો પૂરો થવામાં અઠવાડિયું બાકી છે, હજુ નર્મદા જિલ્લાના લોકો તુવેરદાળથી વંચિત..!!
પુરવઠાના કેટલાક અધિકારીઓ પીએમ આવવાના હોવાથી ઘણાં દિવસથી સ્ટેચ્યુ તરફ સતત દોડે છે અને કાર્ડ ધારકો દુકાનદારને ત્યાં દાળ માટે દોડે છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં મોટાભાગના ગરીબ અને મધ્યમ પરિવારો વસવાટ કરે છે જેમાં મોટાભાગના રેશનકાર્ડ પર મળતા અનાજ પર જ પોતાનું ગુજરાન ચલાવે છે, સરકારે મફત અનાજની જાહેરાત કરી અને ઘઉં, ચોખા મફત પણ આપે છે પરંતુ ખાંડ, દાળ, ચણા જેવી વસ્તુઓ કે જે ગ્રાહકોને ઓછા રૂપિયે અપાઈ છે એનો જથ્થો સમયસર મળતો નથી અને હાલ દિવાળી જેવા મોટા પર્વ માં પણ ઓક્ટોમ્બર મહિનો પૂરો થવાનો હવે અઠવાડિયું બાકી હોવા છતાં હજુ તુવરદાળ આવી નથી તો શું આ દિવાળી દાળ વગરની જશે..?
હાલમાં પુરવઠા વિભાગ સહિતના મોટાભાગના અધિકારીઓ એકતા દિવસની ઉજવણીમાં પીએમ આવવાની વાતે સતત સ્ટેચ્યુ પર રોકાયેલા હોય છે અને બીજી બાજુ તુવેરદાળ માટે કાર્ડ ધારકો સસ્તા અનાજ ની દુકાનો પર ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ દુકાનદાર શું જવાબ આપે, કેમ કે લાગતા વળગતા અધિકારીઓ જ કોઈ ચોક્કસ તારીખ કે સમય નહિ આપી દિવાળી પહેલા દાળ આવી જશે જેવા જવાબ આપતા હોય તો દુકાનદારો શું કરે, માટે ગ્રાહકો અસમંજસ માં મુકાયા છે અને આ દિવાળી દાળ વગર જશે તેવું માની રહ્યા છે. સાથે સાથે સરકાર ની આવી ઢીલી નીતિથી નારાજ જોવા મળે છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
