<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

રામપુરા ગામના ધનેશ્વર મહાદેવ રઘુનાથજી મદિરના મહંતની મહંતાઈ રદ, રમાનંદ વિરક્ત મંડળમાંથી હકાલ પટ્ટી

સંતોને વિશ્વાસમાં લઈ જાનકી દાસ મહંત બન્યા, બાદમાં ખબર પડી કે તે સંસારી જીવન ભોગવે છે..ત્રણ સંતાન છે : રામાનંદ વિરક્ત મંડળનાં સંતો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા કિનારે આવેલા રામપુરા, માંગરોળ, ગુવાર સહિતના ગામો ખૂબ પવિત્ર સ્થળો છે.જ્યાં સાધુ સંતો મહંતોના અનેક આશ્રમો આવ્યા છે. જ્યાં રહી સેવા કાર્ય કરે છે.ત્યારે  રામપુરા ધનેશ્વર મંદિર પુનઃ વિવાદોમાં આવ્યું છે. કારણ કે ધનેશ્વર મંદિર ખાતે બિરાજમાન જાનકિદાસાજી સંસારી નીકળ્યા અને બીજા અન્ય વિવાદોમાં પણ આવતા મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળ દ્વારા તેમની મહંતાઈ રદ કરી સભ્યો માંથી પણ હાકલ પટ્ટી કરી છે. હવે મંદિરના આં મકાનમાં તેમણે છોડીને જતાં રહેવાની જગ્યા એ દાદાગીરી કરતા રમાંનંદ વિરક મંડળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજુઆત કરી આં સાધુ ને પરિવાર સાથે ગામમાં થી બહાર કાઢવા માંગ કરી છે.
   વિશ્વ હિન્દુ પરિષદ નાં જીતેન્દ્ર ગોસ્વામીએ આ આખા વિવાદની વાત કરતા જણાવ્યું કે મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળ હેઠળ આવતા રામપુરા ધનેશ્વર મહાદેવ રઘુનાથજી મંદિર નાં ગાદીપર બિરાજમાન રામ પ્યારે દાસજી મહારાજનાં નિધન બાદ રામાનંદ વિરક્ત મંડળ દ્વારા જતીન શર્મા ઉર્ફે જાનકીદાસજી ની બ્રાહ્મણો સંતો ની હાજરીમાં ચાદર વિધિ કરી તેમને ગાદી પર બેસાડ્યા, આં ગાદી મેળવવા તેમણે પોતે સંસારી હોવા છુપાવ્યું. અને સંતો સાથે વિશ્વાસઘાત કર્યો, એટલું જ નહિ ગ્રામપંચાયત વિરુદ્ધ જઈને બાંધકામ કર્યું અન્ય ઝગડા પણ થયા, તેમની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ, આં જતીન શર્મા ઉર્ફે જાનકીદાસ ને કારણે ગામમાં ભયનું વાતાવરણ બન્યું છે. ઘનેશ્વર મંદિરે ભક્તો દર્શન કરવા આવતા બંધ થઈ ગયા છે. તો આવા સાધુ ઓને કારણે અન્ય સાચા સાધુઓ અને સંતો પર પણ લાંછન લાગે એટલે કલેકટર નર્મદા અને જિલ્લા પોલીસ અધિક્ષક આં બાબતે રસ લઈ આં પરિવાર ને અહીંયાથી કાઢવા માંગ કરી છે

(12:34 AM IST)