<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

ઘનશેરા ચેક પોસ્ટ પરથી ૧૩ નંગ ભેંસો ભરેલી ટ્રક પકડી ગુનો દાખલ કરતી સાગબારા પોલીસ

વીએચપી, બજરંગ દળ ના કાર્યકરે ધનસેરા ચેકપોસ્ટ પરથી ટ્રક પકડી પોલીસ ને સોંપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની ધનસેરા ચેકપોસ્ટ પરથી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળના કાર્યકર્તા દ્વારા ખીચોખીચ ભેંસોથી ભરેલ ટ્રકને પોલીસ અને જી.આર.ડી.ના જવાનોની હાજરીમાં અટકાવી સાગબારા પોલીસ સ્ટેશનમા ટ્રક અને ટ્રક ચાલકને સોપવામાં આવ્યાં હતા, પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે

મળતી માહિતી અનુસાર ઝાકીર ઇસ્માઇલ દુધાળા( રહે.વલણ મોટી સેલારવાડી સુન્ની મસ્જિદ પાસે તા. કરજણ જી.વડોદરા) તથા તેની સાથે રહેલ સઇદ સલીમ ડમ્કીવાલા,( રહે.વલણ સુરી ટેકરી તા.કરજણ જી.વડોદરા )નાઓએ એક બીજાના મેળાપીપણામાં રહી ગેરકાયદેસર રીતે ગુજરાત માંથી મહારાષ્ટ્રમા ભેંસો લઇ જવા માટે કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના ટાટા ટ્રક નંબર. GJ-15-XX-9957 માં કુલ ભેંસો નંગ-૧૩ ને અતિ ક્રુરતા પુર્વક ટ્રકમા ખીચો ખીચ ભરી ટુંકી દોરી વડે બાંધી, તથા ખાવા માટે કોઇ ઘાસ ચારા કે પાણી ની વ્યવસ્થા કર્યા વગર ટ્રકમાં ભરેલ ભેંસો નંગ-૧૩ કુલ કિંમત રૂપીયા ૩,૯૦,૦૦૦- તથા ટાટા ટ્રકની કિંમત રૂપીયા. ૧૦,૦૦, ૦૦૦- મળી કુલ કિં.રૂ.૧૩,૯૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર તથા સાથે રહેલ ઇસમ ને પકડી ગુનો દાખલ કર્યો છે.

(12:48 AM IST)