News of Thursday, 24th October 2024
જૂનારાજ ગામમાં ખાતમુહર્ત કર્યાના એક વર્ષ બાદ પણ હજુ રસ્તો નહિ બનતા ગ્રામજનો નારાજ
હાલમાં 108 પણ ગામમાં આવતી નથી રસ્તો ક્યારે બનશે..કોઈનો ભોગ લેવાવાની રાહ જોવાઇ છે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં અનેક વિકાસના કામો થાય છે પરંતુ તેમાં ગુણવત્તા જળવાતી નથી તેવા વારંવાર સવાલ ઊઠે છે સાથે સાથે કેટલાક કામોમાં ખાત મુહર્ત થયા બાદ કામગીરી થતી જ નથી છતાં વિકાસના કામોમાં સરકાર પોતાની વાહવાહી તો મેળવે જ છે, જેમાં ખાસ કરીને જિલ્લાના નાંદોદ તાલુકાના કરજણ ડેમ પાસે આવેલા જુનારાજ ગામમાં રસ્તાનું ખાત મુહુર્ત થયાને એક વર્ષ જેવો સમય થયો છતાં કામ થયું નથી અને ગ્રામજનોએ જ જૂના ખખડધજ રસ્તા પરથી આવન જાવન કરવા મજબૂર બન્યા છે.
નાંદોદ તાલુકા પંચાયત ના સદસ્ય કલ્પેશભાઈ વસાવાએ આ મુદ્દે જણાવ્યું કે ખરાબ રસ્તાના કારણે 108 પણ ગામમાં આવતી નથી માટે ક્યારેક સગર્ભા મહિલાઓ કે ગંભીર દર્દીઓ માટે આ બાબત જીવલેણ સાબિત થાય એમ છે. વીસ કરોડના ખર્ચે આ રસ્તો મંજૂર થયો અને ખાત મુહર્ત પણ કરાયું તેને એક વર્ષ થવા છતાં રસ્તો બન્યો નથી. તો શું આને વિકાસ કહેવાય...?
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
