તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 24th October 2024
સાગબારા રોડ પર ટેમ્પો એ બાઈક ને અડફટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં દરરોજ અકસ્માતની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે જેમાં ક્યારેક વાહન ચાલક તો ક્યારેક ખરાબ રસ્તા સહિત રસ્તામાં રખડતા જાનવરો પણ જવાબદાર હોય છે, હાલમાં સાગબારા રોડ પર ટેમ્પો એ બાઈકને અડફટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર શંકરભાઇ મુળજીભાઇ વસાવા (રહે. દેવળ ફળીયુ, ખોડાઆંબા તા.ઉમરપાડા જી .સુરત) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ એક આઇસર ટેમ્પો નંબર- MH-20-EL-7958 ના ચાલક સૈયદ સિકંદર ઉસ્માન( રહે. સાઠે નગર ગ્રામ પંચાયતની પાછળ, વાલુજ તા.ગંગાપુર જી-ઓરંગાબાદ) નાઓએ માંચ ચોકડી નજીક સાગબારા તરફ જવાના હાઇવે રોડ ઉપર વળાંકમાં નાળા પાસે પોતાના કબજામાંનો આઇસર ટેમ્પો પૂરઝડપે હંકારી લાવી તેમના દીકરા અસ્મિતભાઈ ની મો.સા.નં. GJ-19-BL- 6671 ને અડફેડમાં લઇ એકસીડન્ટ કરતા અસ્મિત ભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી માથાનો ઉપરનો ફાડી નાખી તેમજ જમણા હાથના કાડાના ભાગે ફ્રેકચર કરી તથા જમણા પગના નળાના ભાગે હાડકુ તોડી નાખી અને જાંઘના ભાગે તથા ડાબા પગમાં ફ્રેકચર કરી સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ટેમ્પો ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
