<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

Sou પર જોબ કરતી મહિલાની હેરાનગતિ કરતા યુવાનોને અભયમ ટીમ નર્મદાએ કાયદાના પાઠ ભણાવ્યા

પીડીત મહિલા એકતાનગર સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે જોબ કરે છે. અને ત્યાં પેસેન્જર વાન ચલાવતા બે વાન ચાલકો પીડીત મહિલાનો પીછો કરી હેરાનગતિ કરતા હતા: રોમિયોગીરી કરતા બે યુવાનોને અભયમ ટીમ પકડી લાવી પોલીસ મથકે હાજર કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાંથી એક મહિલાનો અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેઓ નોકરી કરવા જાય છે ત્યાં બે યુવાનો રોજ પીછો કરે છે અને હેરાનગતિ કરે છે. આ સાંભળી ને રાજપીપલા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બન્ને યુવકો ને પકડી લાવી પોલીસ સ્ટેશન માં હાજર કર્યા હતા.

ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ મળતી માહિતી અનુસાર પીડીત મહિલાના પતિ રિક્ષાચાલક છે. અને તેમના બે બાળકો છે, પીડીત મહિલા એકતાનગર સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે જોબ કરે છે. બે ત્રણ દિવસથી ત્યાં પેસેન્જર વાન ચલાવતા બે વાન ચાલકો પીડીત મહિલાનો પીછો કરે છે અને પીડીત મહિલાને કહે છે મારા સાથે સંબધ રાખ તેમજ ખરાબ ટિપ્પણીઓ કરે છે. તેમજ પીડીત મહિલા સાથે જોબ કરતી અન્ય મહિલા પાસે પણ કહેવડાવે છે કે આ મહિલા સાથે અમારો કોન્ટેક્ટ કરાવી આપ. પીડીત મહિલા એ જણાવ્યું કે જ્યારે હું વોશરૂમ માટે જાઉં છું ત્યાં પણ મારો પીછો કરે છે. બે ત્રણ દિવસ થી આ રીતે હેરાનગતિ કરતા હોવાથી અને આ બન્ને વ્યક્તિ એ મારી છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હોવાથી આ બાબતની મે મારા પતિ ને જાણ કરી અને મારા પતિની તેમની સાથે બોલાચાલી પણ થઇ હતી. ત્યારબાદ તેઓ અમને ધમકીઓ આપતા હતા માટે અમે અભયમ ટીમ નો સંપર્ક કર્યો. આ અંગેની તેઓને જાણ થતાં બંને યુવકો ત્યાંથી પોતાની વાન મૂકીને જતા રહ્યા હતા.
અભયમ ટીમે ત્યાં પહોંચી અન્ય વાહન ચાલકોની પૂછપરછ કરી અને સંપર્ક કર્યો, તેમને પકડી લાવી આ અંગે યોગ્ય કાર્યવાહી થાય અને ફરી વાર આ રીતે કોઈ અન્ય મહિલા પણ આવા વ્યક્તિઓનો શિકાર ના બને તે માટે જરૂરી સલાહ સૂચનો આપી કાયદાકીય માહિતી આપી. મહિલા ફરિયાદ કરવા માગતા હતા તેથી મહિલા તેમજ સામાવાળા બંને યુવાનો ને એકતાનગર સલામતી પોલીસ સ્ટેશન લઈ જઈ આગળ ની કાર્યવાહી થાય એ માટે સોંપવામાં આવ્યા હતા.


 

(12:53 AM IST)