<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

નર્મદામાં બે વ્યક્તિઓએ ઝેરી દવા પી લેતા એકનું મોત:એક સારવાર હેઠળ

એક વ્યક્તિ એ અગમ્ય કારણોસર દવા પો આપઘાત કર્યો જ્યારે બીજા એ પત્ની સાથે માથાકૂટ થતા દવા પી લેતા સારવાર હેઠળ રખાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં બે વ્યક્તિઓ એ ઝેરી દવા પી લેતા એક નું મોત નિપજ્યું હતું અને એક સારવાર હેઠળ છે

  મળતી માહિતી અનુસાર ઉબડીયાભાઇ સારીયાભાઇ વસાવા (ઉ.વ.૫૩) નાઓએ ગઇ તા.૨૦/૧૦/૨૦૨૪ ના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર પોતે ઝેરી દવા પી જતા તેમના પરિવારજનો પ્રાથમિક સારવા માટે દેડીયાપાડા ખાતે લઇ આવેલ હતા, ત્યાંથી આગળ વધુ સારવાર માટે રીફર કરતા સરકારી હોસ્પીટલ રાજપીપલા ખાતે લઇ આવી દાખલ કરેલ હતા જેમનું  તા.૨૧/૧૦/ ૨૦૨૪ ના રોજ મોત નિપજતા ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
જ્યારે બીજી ઘટના માં સાહિલભાઈ કનુભાઈ પટણવાડીયા( ઉ.વ.૨૬)( રહે.ટંકારી પાટણ વાડીયા ફળીયુ, તા.નાંદોદ જી.નર્મદા)  નાઓએ તેમની પત્નિ છોકરાને મુકી જતી રહેલ જેથી તેમણે પત્નિને ફોન પર તેને લેવા જવા માટે વાત કરતા પત્નિ સાથે ફોન પર બોલાચાલી થતા સાહિલભાઈ ને મનમાં લાગી આવતા પોતાના ખેતરે ઘાસ મારવાની દવા પોતાની જાતે પી જતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. રાજપીપળા પોલીસે આ બાબતે નોંધ લઈ તપાસ હાથ ધરી છે


 

(12:54 AM IST)