<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રખાયેલી ટ્રાફિક ડ્રાઇવ માં રૂપિયા 7, 000 જેટલો દંડ ફટકારતા ફફડાટ

સમગ્ર નર્મદા જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલા ટ્રાફિક ડ્રાઇવ માં કેટલાક ચાલકો નિયમનું પાલન ન કરતા દંડનીય કાર્યવાહી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા માં કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં કેટલાક મોટરસાયકલ ચાલકો ટ્રાફિક નિયમ નું પાલન નહી કરતા હોય તેવા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લા ટ્રાફિક PSI એસ.એસ.મિશ્રા ખુદ પોતાની ટીમ સાથે  રાજપીપળા પાસેના વડીયા જકાતનાકા પાસે ચેકિંગમાં ઊભા રહી ત્યાંથી આવતા જતા હેલ્મેટ વગર ના ચાલકો, PUC, લાઇસન્સ વગર, ફોરવીલમાં સીટ બેલ્ટ બાંધ્યા વિના જતા વાહન ચાલકો સહિત કાયદાનો અમલ નહિ કરતા લોકોને અટકાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા અને કડક કાર્યવાહી ના ભાગરૂપે આવા ચાલકો પાસે કુલ 7,000 રૂપિયા જેટલો દંડ વસૂલ કરી કાયદેસર કાર્યવાહી કરતા કાયદાનો અમલ નહિ કરતા લોકો માં ફફડાટ જોવા મળ્યો હતો.

- ટ્રાફિક પીએસઆઈ એસ.એસ.મિશ્રા એ જણાવ્યું કે ટ્રાફિક નિયમન નું પાલન કરવું એ વાહન ચાલકો ના જ ફાયદામાં છે આડેધડ વાહન ના અકસ્માત માં હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના ડ્રાઈવિંગ કરતા અકસ્માત સર્જાય તો જીવ પણ જઈ શકે છે માટે કાયદાનું પાલન કરશો તો સલામત રહેશો

(1:08 AM IST)