તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
ભાજપે વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોરને આપી ટિકિટ
પેટાચૂંટણીમાં જામશે રસાકસી ભર્યો જંગ :કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતની જાહેરાત કરી દેવામાં આવી છે જોકે, ભાજપે છેલ્લી ઘડીએ વાવ બેઠક પરથી સ્વરૂપજી સરદારજી ઠાકોરને ટિકિટ

અમદાવાદ, તા.૨૫: ભાજપે છેલ્લી ઘડીએ વાવ બેઠક પરથી સ્વરૂપજી સરદારજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસે છેલ્લી ઘડીએ વાવ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
સ્વરૂપજી ઠાકોર ૨૦૨૨માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને ૧૫,૬૦૧ મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ૨૦૧૯માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને ૪૮,૬૩૪ મત મળ્યા હતા.
કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી છે. ૨૦૧૯ માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત ૨૦ વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂકયા છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં ૨૬માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ ૨૪ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જો કે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે ૨૩ બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની ૨૬ બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે.(૨૩.૨૨)

(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
