<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

ગાંધીનગરમાં કલેકટર કોન્‍ફરન્‍સ ધાર્મીક દબાણ હટાવ-બીનખેતીમાં નવો પરિપત્ર-નગરપાલિકા ચૂંટણીઓ મુખ્‍ય મુદા...

રાજકોટ કલેકટર પ્રભવ જોષી રીપોર્ટ રજૂ કરશેઃ મહેસૂલ સચિવ જયંતિ રવિ દ્વારા થઇ રહેલી સમીક્ષા...

રાજકોટ તા. રપઃ આજે સવારે ૧૧ વાગ્‍યાથી મહેસૂલ સચિવ શ્રી જયંતિ રવીના અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટ સહિત રાજયભરના કલેકટરોની કોન્‍ફરન્‍સ ગાંધીનગર ખાતે શરૂ થઇ છે, રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોષી, આ કોન્‍ફરન્‍સમાં શહેર-જીલ્લાનો રીપોર્ટ રજૂ કરશે.

આ કલેકટર કોન્‍ફરન્‍સમાં ધાર્મીક દબાણ હટાવ, બીનખેતીનો નવો પરિપત્ર અને તેની અસરો તથા આવી રહેલ નગરપાલીકાની ચૂંટણીઓ સહિત બે ડઝન જેટલા મહેસૂલીફ મુદાઓ અંગે સમીક્ષા થશે. દરેક કલેકટર કચેરીમાં તમામ પ્રકારના સ્‍ટાફની ઘટ અંગે પણ વિગતો મેળવાશે. (૭.૩૩)

(3:04 PM IST)