તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ ૧૭ ઉમેદવારી પત્રો ભરાયા : જુઓ સંપૂર્ણ યાદી
28 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી થશે અને 30 ઓક્ટોબર સુધી ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આખરે બન્ને પાર્ટીએ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે 2022માં હારેલા ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા, તો ભાજપે પણ 2022માં હારેલા સ્વરૂપજી ઠાકોરને રણમેદાનમાં મોકલ્યા છે. વાવમાં આ વખતે જંગ ક્ષત્રિય વર્સિસ ઠાકોરનો રહેવાનો છે.
ભારે રસાકસી અને ટિકિટ માટે અંતિમ સમય સુધી સસ્પેન્સ બાદ બન્ને પાર્ટી પત્તા ખોલી નાંખ્યા અને જૂના જોગીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. આશા હતી કે બન્ને પાર્ટી કોઈ નવા ચહેરાને તક આપશે. પણ એવું ન થયું. 2022માં થરાદથી હારેલા ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસે, જ્યારે 2022માં વાવથી જ હારેલા સ્વરૂપજી ઠાકોરને ભાજપે ટિકિટ આપી છે. ઠાકોર સમાજના પ્રભુત્વવાળી આ બેઠક પર ક્ષત્રિય અને રાજપૂત સમાજ વચ્ચે જંગ જમાવાનો છે. જો કે હાલ બન્નેએ પોત પોતાની જીતના દાવા કર્યા છે
ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીના ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા. ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં 17 જેટલા ફોર્મ ભરાયા હતા. 28 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી થશે અને 30 ઓક્ટોબર સુધી ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. વાવમાં 13 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે

(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
