News of Friday, 25th October 2024
થોડાક દિવસ પહેલા એક વ્યક્તિ ટાવર પર ચઢતા સમજાવી ઉતાર્યા બાદ ફરી એક વ્યક્તિ Sou પાસેના ટાવર પર પોતાની માંગને લઈ ચઢી જતા મામલો ગરમાયો
કારમી મોંઘવારીમાં પોતાની જમીન વળતરની માંગણી નહિ સંતોષાતા, ટાવર પર ચઢતા પણ ખેડૂતો ખચકાતા નથી માટે સરકારે આ મુદ્દે યોગ્ય નિર્ણય લે એવી માંગ છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં કેટલાક ખેડૂતોની જમીન નો વિવાદ ઘણા સમયથી ચાલે છે અને આ મુદ્દે ખેડૂતો વારંવાર રજૂઆતો અને આંદોલન કરી ચૂક્યા છે છતાં કેટલાક અંશે સરકારના પેટનું પાણી હાલતું ના હોય ઉપરાંત આ કારમી મોંઘવારીમાં સામાન્ય વ્યક્તિ એ જીવવું મુશ્કેલ પડતાં પોતાની માંગણીઓ માટે અવનવા પ્રયાસ કરતા હોય જેમાં થોડા સમય પહેલા એક વ્યક્તિ પોતાની માંગ માટે ટાવર પર ચઢી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
જાણવા મળ્યા મુજબ ઘટનામાં કેવડિયા ખાતે રહેતા ગણપતભાઈ શંકરભાઈ તડવી જમીન વળતરની માગણી લઈને ટાવર પર ચઢી ગયા અને આત્મહત્યાનો પ્રયાસ કરેલ આ ઘટનાની જાણ થતા બીજેપી આગેવાનો સ્થળ પર પહોંચી સમજાવટથી ગણપતભાઈને ટાવર પરથી નીચે ઉતારી વિગતવાર ચર્ચા કરી તેમની માંગણીઓનું સુખદ સમાધાન થાય તે માટેનું આયોજન કર્યું હતું.
અને આવી જ ઘટના આજે પણ જોવા મળી જેમાં પોતાની માંગણી ને લઈ ગોરા ગામના કનુભાઈ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે તેઓએ આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા એડમીન બિલ્ડીંગ પાસે જીયો ના ટાવર પર ચઢી આત્મહત્યા કરવા માટે પ્રયાસ કર્યો હતો.
આમ ખૂબ ટૂંકા સમય માં એક બાદ એક બે વ્યક્તિઓ એ પોતાની માંગણીઓ બાબતે આવા પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો અને સરકાર સામે લોકોને રોષ વધ્યો હતો.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
