<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

અમદાવાદના કાલુપુરમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી, ફસાયેલા ૨૦ લોકોને બચાવાયા

અમદાવાદ, તા.૨૭,

અમદાવાદના કાલુપુરમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું હોવાની ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં કાટમાળમાં ૨૦ લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. જો કે, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, કાલુપુરની માતાવાળી પોળમાં આવેલું મકાન ધરાશાયી થવાથી ૨૦ જેટલાં લોકો તેમાં ફયાસા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોંચીને કાટમાળમાં ફસાયેલાં લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.

(12:14 PM IST)